ખોડિયાર માતાની પ્રાગટ્ય કથા ગુજરાતીમા
1200 વર્ષ પહેલા મા ખોડીયાર નો જન્મ થયો હતો . ઈસ 700 માં મહા માસની સુદ આઠમના દિવસે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામે મા ખોડીયાર પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે તેમના પ્રાગટ્યની સાથે અનેક વાર્તાઓ જોડાયેલી છે.
ખોડિયાર માતાજીએ ચારણ કન્યા હતા તેમના પિતાનું નામ મામડિયા હતું તેમની માતાનું નામ દેવળબા હતું ખોડિયાર માતા ને સાત બહેનો હતી અને એક નાનો ભાઈ હતો. તેમની સાત બહેનો ના નામ આવડ ,જોગડ ,તોગળ ,બીજબાઈ , હોલબાઇ, સાસઈ ,જાનબાઇ અને ભાઈ મેરખિયો હતો .ખોડિયાર માતાનું વાહન મગર છે. ખોડિયાર માતા નો જન્મ મહા સુદ આઠમના દિવસે થયો હતો માટે તે દિવસની ખોડિયાર જયંતિ તરિકે ઉજવવામાં આવે છે.
શીલભદ્ર વલભીપુર પ્રાંતના શાસક હતા તેમના દરબારમાં રાજભા ગઢવી તરીકે માયા ગઢવી હતા રાજા અને આમાં ગઢવી વચ્ચે ખૂબ જ સારી એવી મિત્રતા હતી .તેમની મિત્રતા જોઈને બધા દરબારમાં ઈશા કરતા હતા. દરબારમાં લોકોએ તેમના ષડયંત્ર રચ્યું કે રાજ ગઢવી અને રાજા વચ્ચે દુશ્મનાવટ થાય આ માટે તેમને રાણી ને કાન માં જણાવવામાં આવ્યુ તેમની રાણી ને કહ્યું કે કે તમારા દરબારમાં રાજ ગઢવી આવે છે.
તેમને સંતાન નથી તે વાઝીયા છે જો તેમનો પડછાયો રાજા ઉપર પડશે તો રાજાને સંતાન નહીં થાય અને લોકો તમને વાંઝીયાપણું મારશે માટે તમે રાજ ગઢવી ને રાજમહેલમાં આવવાની ના પાડી દો રાણીએ રાજા shilbhadra ને સમજાયું કે રાજ ગઢવી ને મહેલ માં આવતા રોકો કેમ કે તેમના પડછાયાથી આપણને પણ સંતાન નહીં થાય તેમને સંતાન નથી તે માટે.
આ પણ વાંચો
જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા
રાગી ના ફાયદા, રાગી નો ઉપયોગ કેવી રીતે કરવો
સટકા મટકા ટાઇમ બજાર ઓપન શું છે અને તેનો ઇતિહાસ
પરંતુ રાજા અને રાજ ગઢવી ની મિત્રતા ખૂબ જ સારી હતી રાજા તેમની સાથે મિત્રતા છોડવા માંગતા ન હતા પરંતુ સ્ત્રી હઠ આગળ રાજાનું કંઈ ચાલ્યું નહીં રાજ ગઢવી જ્યારે રાજમહેલમાં પ્રવેશ્યા ત્યારે દ્વારપાલ એ તેમને રોક્યાં અને તેમનું અપમાન કરવામાં આવ્યું.
આમ રાજ ગઢવી જેમ બહાર નીકળે તેમ લોકો તેને મેળા મારવા લાગ્યા તેનાથી તે ખૂબ જ દુઃખી થઈ ગયા હતા રાજભા ગઢવી વલભીપુર થી પોતાના ગામ આવીને પત્નીને રાજા સાથે થયેલી બધી વાત કરી મામડિયાને તો તેની જિંદગી હવે ઝેર જેવી લાગવા લાગી હતી મામડિયા પહેલેથી જ ભગવાન શિવની ખૂબ પૂજા કરતો હતો તેમને શિવના શરણમાં જઈ ને માથું ટેકવ્યું અને શિવલીંગની સામે બેસીને ગયા.
રાજ ગઢવી અને તેમની પત્ની મીનલદેવી સંતાન પ્રાપ્તિ માટે ઘણા ઉપાયો ચાલુ કર્યા તોપણ તેમને સંતાન ન થયું તો તેમને શિવજીની આરાધના કરવાનું શરૂ કર્યું જો તેમને સંતાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રાણ લીઘું ભગવાનની સામે ઉગ્ર તપસ્યા કરી છતાં પણ ફળ ના મળ્યું અંતે પ્રાણ આપવા જતા હતા ત્યાં શિવજી પ્રસન્ન થયા અને તેમને ગઢવી દંપતીને દર્શન આપ્યા શિવજીએ કહ્યું કેઃ એ ભક્ત તારા નસીબમાં સંતાન નથી પરંતુ હું તમને એક ઉપાય બતાવો છું કે તમે નાગલોક માં જાઓ ત્યાં તમને નાગ શક્તિ મદદ કરશે.
શિવજીના વરદાનથી ગઢવી નાગલોક માં ગયા તેમને ત્યાં જઈને નાગદેવ ને વિનંતી કરી આ જોઈને નાગદેવ ને દયા આવી ગઈ નાગદેવ એ રાજ ગઢવી ને વચન આપ્યું કે હું માસની શુક્લ પક્ષના આઠમે અમે સાત બહેનો તથા એક ભાઈ તમારે ત્યાં જન્મ લેશું તમે ત્યાં સુધી આઠ પારણા તૈયાર રાખજો.
નાગદેવના વચન પ્રમાણે રાજ ગઢવી ના ઘરે સાત પુત્રીઓ અને એક પુત્ર નો જન્મ થયો તેમાં એમની નાની દીકરી એ ખોડીયાર માં તેમનું બીજું નામ જાનબાઇ તથા ખોડલ પણ છે
માઁ ખોડિયાર નામ કેવી રીતે પડ્યું

ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળ પણ એક કથા છે એમ કહેવાય છે કે એક વખત મામડિયા ચારણ ને સૌથી નાના એવા સંતાન મેરખીયા ને ખૂબ ઝેરી સાપે દંશ દીધો હતો આ વાત સાંભળતાં જ તેના માતા પિતા અને તેની બહેનો ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા સાપનું ઝેર કેવી રીતે ઉતારવો તે વિચારતા હતા તેવામાં તેમને કોઈ ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવો તો મેરખીયા જીવ બચી જશે.
આ પણ વાંચો
જાણો કુદરતી રીતે વજન કેવી રીતે ઓછું કરવું
આ વાત સાંભળીને સાત બહેનોમાં સૌથી નાની બહેન ખોડિયાર (જાનબાઇ) પાતાળમાંથી કુંભ નો ગણો લેવા માટે જાય છે .અને જ્યારે ખોડિયાર(જાનબાઇ) કુંભ નો ઘડો લઈને બહાર આવતા હતા ત્યારે તેમને પગમાં ઠેસ વાગી તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું થયું ત્યારે ભાઈ પાસે બેઠેલી બહેનને એવો સંકેત થયો કે આ ખોડિયાર(જાનબાઈ) ખોડી તો નથી થઈને. અને ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાન બાકી એ મગરની સવારી કરી તેથી તેમનું વાહન મગર જ કહેવાય છે અને જ્યારે તે પાણીની બહાર આવ્યા ત્યારે તે ખોડાતા ખોડાતા ચાલતા હતા ત્યારથી તેનું નામ ખોડીયાર પડ્યું ત્યાર પછી તે લોકો તેને ખોડીયાર ના નામે ઓળખે છે.
માઁ ખોડીયાર નુ વ્રત
ખોડિયાર માનો વ્રત સુદ આઠમના દિવસે કરવામાં આવે છે તેને ખોડિયાર જયંતી કહેવા માં આવે છે. આ દિવસે ખોડિયાર માના વ્રતનો મહિમા વિશેષ હોય છે આમ તો આ વ્રત કોઈપણ મહિનાના શુદ્ધ પક્ષ અજવાળીયા ના કોઈ પણ રવિવારથી શરૂ કરીને સાત દિવસનું હોય છે. અને આઠમના દિવસે રવિવારે તેની ઉજવણી કરવામાં આવે છે રવિવારે સવારે વહેલા ઊઠી સ્નાન કરીને એક બાજઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર
ખોડિયાર ની મૂર્તિ કે ફોટા નું સ્થાપન કરવું જોઈએ મા ખોડિયાર માની સાત બહેનો હતી તેથી તેની સામે સાત દીવા અને સાત અગરબત્તી અને સાત ફૂલો બધાની પૂજા કરવી જોઈએ ત્યારબાદ ખોડિયાર માની વાર્તા સાંભળવી અને વાંચવી જોઈએ ત્યાર પછી આરતી અને થાળ કરવો ત્યારબાદ ખોડિયાર માની સ્તુતિ કરીને બધાને પ્રસાદ આપો.આ પ્રમાણે સાત દિવસ સુધી ખોડિયાર માં નું વ્રત કરવામાં આવે છે કોઈપણ વ્યક્તિને નોકરી ધંધા વિદ્યા અભ્યાસ કે સામાજિક કાર્યોમાં વગેરેમાં ફાયદો થાય છે અને આઠમા દિવસે રવિવારે વર્ષની ઉજવણી કરવામાં આવે છે સવારે લોટની લાપસી બનાવવામાં આવે છે અને
ખોડિયાર માને પ્રસાદ ધરાવવામાં આવે છે આ વાત કરવાથી દરેક ની મનોકામના પૂર્ણ થાય છે.માઁખોડિયારની વાર્તા

એક નગરમાં એક જ્ઞાની પંડિત રહેતો હતો પંડિત પર લક્ષ્મીની ખૂબ જ કૃપા હતી તેની પાસે ખૂબ મોટું વિશાળ હવેલી હતી તે બધી જ વાતે ખૂબ સુખી હતા પરંતુ તેમને એ વાતનું દુઃખ હતું કે ભાગ્યવંત તેમની પત્ની શામા સાવ અભણ અને કાળી હતી તે પંડિત ને તેની પત્ની અભણ અને કાળી હોવાથી શરમ આવતી હતી તે તેને હવેલીની બહાર જવાની છૂટ આપતો ના હતો .એક દિવસ એવું બન્યું કે હવેલીમાં એક દાસીએ મા ખોડીયાર નું કીધું હતું અને સાત દિવસ પૂર્ણ થયા પછી આઠમા દિવસે તેને ઉજવણું કરવાનું હતું નિયમ પ્રમાણે સાત વ્યક્તિને લાપસીનો પ્રસાદ આપવો પડે તે દિવસે હવેલીમાં છ જણા જ હતા એટલે હવે એટલે દાસીએ નછૂટકે શામાં ને પણ આમંત્રણ આપ્યું.તે ત્યાં જાય છે અને ખોડીયાર માતા નો પ્રસાદ લે છે તેને તે દાસી પાસેથી
ખોડિયાર માના વ્રતની વાર્તા અને વિધિ સાંભળી અને શ્યામાએ ખુશ થઈને એક રવિવારે વ્રત શરૂ કર્યું અને તેને માતાજી ને કહ્યું કે એમાં મને માત્ર તારું નામ જ આવડે છે અભણ છું અને પતિના સુખથી વંચિત છું જો મનથી મેં તારું સ્મરણ કર્યું હોય તો એ માં મારા આંસુ લૂછજે.આમ કરતા ઘટના સાત દિવસ પૂરા થાય છે.સામાન્ય આઠમે દિવસે ઉજવણી કરી અને રસોઈયાને વિનંતી કરી કે માનો પ્રસાદ મા લાપસી તૈયાર કરો અને સાત દાસીઓ અને પ્રસાદ લેવા માટે બોલાવ્યા પરંતુ પંડિતની બીકથી એક દાસી આવી ન શકી શામા એ સૌ ને રડી ને આજીજી કરી કે કોઈ માન્યું નહીં પરંતુ સામાન્ય લોકો સાથે વાત કરે અને વ્યવહાર કરે તેવી પંડિતને ગમતું ન હતું અને એક દાસી એ સામાન્ય પ્રસારણ હવેલીની બહાર જઈ સજ્જનને વાંચવાની સલાહ આપી.
પરંતુ સામા તો ખૂબ જ ડરથી ફફડતી નગરમાં જવા તૈયાર થઈ મા
ખોડિયાર ની બધી બહેનોને આજ્ઞા કરી કે ચાલો પૃથ્વી પણ મારી એક ભક્ત ખૂબ જ દુઃખી છે સાથે બહેનો એક ડોશી નું સ્વરૂપ લઈને પંડિતની હવેલી લેવા આવે છે અને વધુ જવામાં મદદ કરે છે અને ત્યારે સામા કહ્યું કે તમે પ્રસાદ લેશો ત્યારે ડોશીએ કહ્યું હા દીકરી અમે તારો પ્રસાદ જરૂર લેશુજ્યારે સામા પ્રસાદ આપવાનું શરૂ કર્યું ત્યારે તેનો પતિ પંડિત આવી ચડ્યો તેને આ દ્રશ્ય જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયો કે શું છે આ બધું કોણ છે.
આ બધી ડોશીઓ શામા પંડિત થી ખૂબ જ ડરી ગઈ હતી મોંમાંથી એક શબ્દ બોલી શકતી નથી ત્યારે
ખોડિયાર માં બોલ્યા દીકરા આ તો પ્રસાદ છે તું પણ લે આ ખાઈ ને તો પાવન થઈ જઈશ પરંતુ પંડિત માટે ખૂબ જ અહંકાર હતો તેને માની પ્રસાદ ફેંકી દીધી ત્યારે માતાખોડિયાર ને કહ્યું બેટા અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી આજ તુ જે જ્ઞાનનો ગર્વ કરે છે એ જ એક દિવસ તારો કાળ બની જશે મારા વેણ યાદ રાખજે ખરા સમયે જ મારી બેન સરસ્વતી તારો સાથ છોડી દેશે શામાં તો રડતી રડતી હવેલીમાં ચાલી ગઈએક દિવસ એવું બન્યું કે કાશીના પંડિતો શરત મૂકી કે રાજા રાતમાં હારે તો તેની તમામ સંપત્તિ હવેલી દાસી દાસ બધુ મને સોંપી દેવું અને તમારે જંગલમાં જઈને ઝૂંપડામાં રહેવું રાજાએ પંચમી અને શાસ્ત્ર શરૂ કર્યો આટલા દિવસ સુધી ચાલ્યો જ્ઞાનની રેલમછેલ થઇ ગઇ હતી અને શાસક નો અંતિમ નવમો દિવસ હતો ત્યારે વિજય ની પૂર્વ તૈયારી ચાલતી હતી તેમને ખાતરી હતી કે કાશીના પંડિતો ને તે હરાવશે જ નવમા દિવસે સ્વપ્ન રોળાયું અને પણ સૌને આશ્ચર્ય થયું.
પંડિત ના મુખે એક પણ શ્લોક રજૂ થયું નહીં પંડીત ની જીભ સાવ બંધ થઈ ગઈ કાશીના પંડિત નો વિજય થયો રાજાએ પંડિત પર શોભી અલંકાર વસ્ત્રો સરત પ્રમાણે બધું જ વસ્તુ આપવી પડી અને રાજા જંગલમાં રહેવા ચાલ્યા ગયા.
ત્યારે પંડિત ને ભાન થયું કે પેલી ડોસી નો શ્રાપ લાગ્યો લાગે છે જ્યારે તેને આઘાત લાગ્યો ત્યારે તે કૂવામાં પડવા જાય છે પાછળથી અવાજ આવે છે થોભો નાથ પંડિતે નજર ફેરવીને જોયું તો તેની પત્ની શામાં હતી.
શામા એ તેના પતિને કહ્યું તમે આ શું કરી રહ્યા છો જો તમે આત્મહત્યા કરો તો તમને મારા સોગંદ છે જે પંડિતે આખી જિંદગી પત્ની ને દુઃખ આપ્યું હતું તેની વાત સાંભળીને પંડિત નું હૃદય ભરાઈ ગયું તેને ત્યારે તેના જ્ઞાનનું અભિમાન ઉતરી ગયું તેની આંખમાંથી આંસુ આવી ગયા અને ત્યારે તેને પેલી ડોસી નો શાપ યાદ આવ્યો તે જ સમયે પંડિત અને શામા
ખોડિયાર માં નું વ્રત કરવાનું વિચારે છે અને માનાખોડિયાર ના વ્રત કરવાથી પંડિત નું બધું જ્ઞાન પાછું આવી જાય છે અને પહેલાની જેમ સુખ-સંપત્તિ થી રહેવા લાગે છે આવી રીતે જે પણ માખોડિયાર નું વર્ષ કરે છે તેમને જીવનમાં સુખ-શાંતિ રહે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે.તો આ હતા માઁ ખોડિયાર નો જન્મ કેવી રીતે થયો હતો? માઁ ની કથા ની માહિતી
અમે ટીમ લાઈવ ગુજરાતી ન્યૂઝ આશા કરીએ છીએ કે તમને આ લેખ માઁ ખોડિયાર નો જન્મ કેવી રીતે થયો હતો? માઁ ની કથા વિષે ની માહિતી સારો લાગ્યો હશે.
તમને આ લેખ માઁ ખોડિયાર નો જન્મ કેવી રીતે થયો હતો? માઁ ની કથા વિષે ની માહિતી કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન/ Gujarati knowledge/ गुजराती ज्ञान 👈 ના માધ્યમથી જરૂર બતાવજો.
Image Source: Google
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે