મથુરાના શ્રી કૃષ્ણ જન્મસ્થળ અને શાહી ઇદગાહ મસ્જિદ સંબંધિત જમીન વિવાદનો મામલો સતત ચર્ચામાં રહે છે. ઇદગાહ મસ્જિદમાં લાડુ ગોપાલના જળ અભિષેકની પરવાનગી માટેની અરજી બાદ આજે કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ઇદગાહને ગંગા યમુનાના પાણીથી ધોવાની માંગ કરવામાં આવી છે. અરજી આપીને દાવો કરવામાં આવ્યો છે કે ઇદગાહ મસ્જિદ ઠાકુરજીના ગર્ભગૃહ પર બનેલી છે.
અખિલ ભારત હિંદુ મહાસભાએ કોર્ટમાં અરજી આપતાં દલીલ કરી છે કે ઠાકુરજીના ગર્ભગૃહ અશુદ્ધ થઈ ગયા છે, તેના માટે ગંગા-યમુનાના પાણીથી તેને ધોઈને શુદ્ધિકરણ કરવું જોઈએ. આ કેસમાં સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટે અખિલ ભારત હિન્દુ મહાસભાની અરજી પર આગામી સુનાવણી માટે 1 જુલાઈની તારીખ નક્કી કરી છે.
તમને જણાવી દઈએ કે 18 મેના રોજ અખિલ ભારત હિંદુ મહાસભાના ખજાનચી દિનેશ શર્માએ ફરી એકવાર શાહી ઈદગાહ મસ્જિદમાં લાડુ ગોપાલનું જળ ચઢાવવાની મંજૂરી માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અંગેની સુનાવણી 1 જુલાઈના રોજ થશે. અગાઉ, અખિલ ભારતીય હિંદુ મહાસભાએ 6 ડિસેમ્બર 2021ના રોજ શાહી ઇદગાહ ખાતે લાડુ ગોપાલના જલાભિષેકની જાહેરાત કરી હતી.
ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવતા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. વાતાવરણને જોતા અખિલ ભારત હિંદુ મહાસભાને શાહી ઇદગાહમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. જેના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જે બાદ સંસ્થાના ખજાનચીએ આવેદનપત્ર આપ્યું હતું.
ગુજરાતી સમાચાર, બ્રેકીંગ ન્યુઝ ગુજરાતીમાં મેળવો સોંથી પહેલા live gujarati news.com પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો Gujarat Latest News Today, Live Samachar in Gujarati, Gujarati News Live, For more related stories, follow: Latest Gujarati News In gujarati
અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ