Saturday, March 18, 2023
Homeફરવા લાયક સ્થળોજાણો આ 10 ગુજરાત ના ફરવા લાયક સ્થળ વિષે

જાણો આ 10 ગુજરાત ના ફરવા લાયક સ્થળ વિષે

ગુજરાત ના ફરવા લાયક સ્થળો ની માહિતી, ગુજરાત માં શું શું ફરવા લાયક છે, ગુજરાત ના ટુરિસ્ટ પ્લેસ, ગુજરાત ના ફેમસ ફરવા લાયક સ્થળો, ગુજરાત ના મુખ્ય ફરવા લાયક સ્થળો.

ગુજરાત ના ફરવા લાયક સ્થળ

તો આજે આપણે વાત કરીશું ગુજરાત ના ફરવા લાયક સ્થળો ની માહિતી, ગુજરાત માં શું શું ફરવા લાયક છે, ગુજરાત ના ટુરિસ્ટ પ્લેસ, ગુજરાત ના ફેમસ ફરવા લાયક સ્થળો, ગુજરાત ના મુખ્ય ફરવા લાયક સ્થળો વિષે તો ચાલો જાણીયે ગુજરાત ના ફરવા લાયક સ્થળ વિષે.

ભારતના પશ્ચિમ રાજ્યમાં ગુજરાત આવેલું છે. ગુજરાતના બહુ બધા સ્થળો ફેમસ છે. ગુજરાતની સંસ્કૃતિ તેનો વારસો ગુજરાતનું સ્વાદિષ્ટ ભોજન તેના માટે ખૂબ જ પ્રખ્યાત છે ગુજરાતમાં ઘણી કલા સંગીત સંસ્કૃતિ તેનો ઇતિહાસ અલગ-અલગ છે. ગુજરાત કચ્છના રણ થી લઈને સાપુતારા ડુંગર સુધી કુદરતી સૌંદર્ય આવેલું છે. ગુજરાતમાં 1600 કીલોમીટર વધુ લાંબો દરિયાકિનારો આવેલો છે. ગુજરાતમાં ઘણા બધા સ્થળો ખૂબ જ ફેમસ છે.

ગુજરાતની મુલાકાત લેવા બહુ બધા લોકો આવે છે ગુજરાતમાં ઘણા બધા પ્રવાસન સ્થળો અને ઘણા મંદિરો વન્યજીવો, અભ્યારણો, દરિયાકિનારો ગુજરાતનો ખૂબ જ પ્રખ્યાત છે. અમે તમને ગુજરાતમાં જોવાલાયક સ્થળો વિશે માહિતી આપીશું તમે ચોક્કસપણે આ લેખ વાંચો.

ગુજરાતના ફેમસ ફરવા લાયક સ્થળ

ગુજરાત ના ફરવા લાયક સ્થળ, ગુજરાત ના ફરવા લાયક સ્થળો ની માહિતી, ગુજરાત માં શું શું ફરવા લાયક છે, ગુજરાત ના ટુરિસ્ટ પ્લેસ, ગુજરાત ના ફેમસ ફરવા લાયક સ્થળો, ગુજરાત ના મુખ્ય ફરવા લાયક સ્થળો વિષે ની માહિતી
ગુજરાત ના ફરવા લાયક સ્થળ, ગુજરાત ના ફરવા લાયક સ્થળો ની માહિતી, ગુજરાત માં શું શું ફરવા લાયક છે, ગુજરાત ના ટુરિસ્ટ પ્લેસ, ગુજરાત ના ફેમસ ફરવા લાયક સ્થળો, ગુજરાત ના મુખ્ય ફરવા લાયક સ્થળો વિષે ની માહિતી

1. કચ્છ નું રણ – ગુજરાત ના ફરવા લાયક સ્થળ

કચ્છનું રણ પશ્ચિમ ગુજરાત માં આવેલું છે કચ્છનો રણ તેના સફેદ મીઠાની રેતી માટે જાણીતો છે.
ગુજરાતમાં આવેલું કચ્છનું સફેદ રણ ખૂબ જ ફેમસ છે ડિસેમ્બરમાં rann utsav યોજવામાં આવે છે સફેદ રણની સુંદરતાનું વર્ણન કરવું અશક્ય છે એનો દ્રશ્ય અને એનો નઝારો એટલો સુંદર હોય છે એ લોકો જોતા જ રહી જાય છે દેશ-વિદેશથી લોકો કચ્છનું સફેદ રણ જોવા માટે આવે છે .

ભુજ શહેરથી લગભગ સો કિલોમીટરના દૂર કચ્છનું સફેદ રણ આવેલું છે અહીંયા દર વર્ષે રણ ઉત્સવ યોજવામાં આવે છે ત્યાં તમે ઊંટ ની સવારી ની મજા રણમાં ચમકતા ચંદ્રને જોવાની મજા ખૂબ જ અલગ જ છે અહીંયા રોકાવા માટે ટેન્ટ સિટીની વ્યવસ્થા કરવામાં આવી છે સૌથી વધારે લોકો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ફરવા માટે આવે છે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા.
rann utsav સિવાય પણ કચ્છમાં ઘણા બધા એવા સ્થળો છે કે લોકો દૂર દૂરથી તેને જોવા માટે આવે છે કચ્છમાં ભુજ માં આવેલો આઈના મહેલ, કચ્છ મ્યુઝિયમ તેની બાજુમાં આવેલું માંડવી બીચ, ધોળાવીરા, જેસલ-તોરલની સમાધિ, માતાનો મઢ, નારાયણ સરોવર વગેરે જેવા ઘણા બધા સ્થળો અને ડુંગરો પણ ત્યાં આવેલા છે.

2. સોમનાથ મંદિર – ગુજરાત ના ફરવા લાયક સ્થળ

સોમનાથનું મંદિર એ બાર જ્યોતિર્લિંગોમાં સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું ભગવાન શિવનું પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ છે. સોમનાથ અમદાવાદ થી 400 કિમી દૂર દરિયાકિનારે આવેલું છે સોમનાથ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે કર્યું હતું આ મંદિર પર ઘણીવાર હુમલો કરવામાં આવ્યો હતો અને મંદિરને તોડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ મંદિર ખૂબ જ ખાસ મંદિર છે.

સોમનાથ દરિયા કિનારો સંગ્રહાલય અને અન્ય આકર્ષણો પણ છે. સોમનાથ મંદિર અને તેનો દરિયાકિનારો અહીં જોવાલાયક સૌથી શ્રેષ્ઠ સ્થળ છે સોમનાથ ના મુખ્ય મંદિરો માં બાલુકા તીર્થ ગીતા મંદિર, કામનાથ મહાદેવ મંદિર સોમનાથ મ્યુઝિયમ નો સમાવેશ કરવામાં આવે છે. જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો ગુજરાત રાજ્યના સોમનાથની મુલાકાત અવશ્ય લેવી જોઇએ.

ઋષિ પંચમી ની વ્રત કથા

3. ગુજરાતનું famous ગીર નેશનલ પાર્ક ગીરનું જંગલ – ગુજરાત ના ફરવા લાયક સ્થળ

ગીરનું જંગલ જુનાગઢ શહેરમાં આવેલું છે તેને ગીરનું જંગલ કે સાસણગીર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આવેલું આ જંગલ વન્યજીવોનું અભ્યારણ છે જે એશિયામાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં સિંહોનો નિવાસ્થાન છે જંગલ ખૂબ જ મોટું છે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ગીર નેશનલ પાર્કની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી ત્યાં જંગલમાં સિંહો ખુલ્લા ફરતા તમને જોવા મળશે જો તમે ગુજરાતની ફરવા માટે વિચારી રહ્યા છો તો એકવાર ગીરનું જંગલ અવશ્ય જોવા માટે જાજો.

4. ગિરનાર – ગુજરાત ના ફરવા લાયક સ્થળ

ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વત આવેલો છે ગિરનાર એક લીલોછમ પર્વત છે ગુજરાતના મુખ્ય આકર્ષણ ગિરનાર નો સમાવેશ કરવામાં આવે છે અહીંયા પ્રવાસીઓ ટ્રેકિંગ માટે આવે છે અહીં ઘણાબધા મંદિરો આવેલા છે ગિરનાર પર્વત પર હવે રોપ-વેની સુવિધા પણ કરવામાં આવી છે.

આ સ્થળનું બીજુ મુખ્ય આકર્ષણ છે ગિરનારની પરિક્રમા મહોત્સવ આ મહોત્સવ દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની વચ્ચે થાય છે આ મેળામાં હિન્દુ અને જૈન ભક્તો મોટી સંખ્યામાં આવે છે આ સિવાય દૂરથી સાધુઓ તપસ્યા કરવા માટે આવે છે આ સિવાય અહીં ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવવામાં આવે છે સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા પાંચ થી આઠ કલાક લાગે છે.

ગિરનાર ગુજરાત નું ધાર્મિક સ્થળોમાનું એક સ્થળ છે જે હિંદુ ધર્મ અને જૈન ધર્મના લોકોનું મહત્વનું યાત્રાધામ પણ કહેવામાં આવે છે આ બધાની સાથે અહીં મુસ્લિમ ધર્મ સ્થાનકો પણ આવે છે. ગુજરાતનું આ સ્થળ ફરવા માટે ખૂબ જ સુંદર મનને મોહી જાય તેવું છે.

વજન કેવી રીતે ઓછું કરવું

5. પાવાગઢ – ગુજરાત ના ફરવા લાયક સ્થળ

પાવાગઢ ઈતિહાસિક અને પૌરાણિક ખૂબ જ મહત્વ ધરાવે છે આ ફળની મુખ્ય વિશેષતા એ છે કે તે પહાડ ઉપર આવેલું છે અહીંયા માતા કાલિકા સાક્ષાત બિરાજમાન છે. ગુજરાતનું જોવાલાયક સ્થળ પાવાગઢ છે ચોમાસાની ઋતુમાં ત્યાંનો નજારો ખુબ જ અદભૂત હોય છે લોકો દૂર-દૂરથી ત્યાં ફરવા માટે આવે છે.

51 શક્તિપીઠોમાં એક શક્તિપીઠ પાવાગઢ માનવામાં આવે છે અહીંયા માતા સતી ની આંગળી પડી હતી. પાવાગઢ એ આસ્થાનું પ્રતિક છે દૂરથી અહીંયા ભક્તો દર્શન માટે આવે છે પાવાગઢમાં કાલિકા માતા ના દર્શન કરવા માટે રોપ-વેની પણ સુવિધા આપેલી છે.

પાવાગઢ ની આજુબાજુ ઘણા બધા સ્થળો જોવાલાયક છે પાવાગઢમાં ચાંપાનેર રાજાનો મહેલ આવેલો છે આ સિવાય પાવાગઢ ચોમાસાની ઋતુમાં આજુબાજુ ઘણા ધોધ જોવા મળે છે ગુજરાતના પ્રવાસ માટે જાવ તો પાવાગઢ ની મુલાકાત અચૂક લેવી જોઈએ.

6. સૂર્યમંદિર મોઢેરા- ગુજરાત ના ફરવા લાયક સ્થળ

ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે પ્રાચિન સૂર્યમંદિર આવેલું છે અમદાવાદ થી 100 બે કિલોમીટર દૂર આવેલું આ ગામ છે આ મંદિર 21મી સદીમાં ભીમદેવ સોલંકી ના પ્રથમ શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું.

મોઢેરાના સૂર્ય મંદિરમાં વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશે અને સૂર્ય પ્રતિમા નામ ઉપરથી મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશ થી ઝળહળી ઊઠે છે. આ મંદિરમાં ગર્ભગૃહની બહાર સૂર્યની 12 પ્રકારની અલગ અલગ મૂર્તિઓ આજે પણ જોવા મળે છે.

સૂર્યમંદિર કલાત્મક શિલ્પો માં કેટલા કામ શાસ્ત્ર ને લગતા શિલ્પો છે સૂર્યમંદિરની આગળ ના ભાગમાં એક વિશાળ ઝાડ કુંડ આવેલો છે.આ કુંડની ચારે દિશાઓમાં નાના-નાના કુલ ૧૦૮ મંદિરો આવેલા છે તેમાં સવાર અને સાંજે પ્રગટાવવામાં આવતી દીપમાલા ને લીધે અહીંયા નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે.
મોઢેરાના સૂર્ય મંદિરની એકવાર જરૂર મુલાકાત લેવી જોઈએ.

તુલસી ના ઉપયોગો અને ફાયદા

7. રાણકીવાવ – ગુજરાત ના ફરવા લાયક સ્થળ

ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં એક ઐતિહાસિક વાવ આવેલી છે રાણકીવાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લા માં જોવાલાયક સ્થળ છે અહીંયા દેશ-વિદેશથી હજારો પર્યટકો મુલાકાત લેવા માટે આવે છે આ ગુજરાતનું ગૌરવ વધારે છે.

પાટણની રાણકી વાવ વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવી છે દસમી સદીમાં બનાવવામાં આવેલી આ વાવ સોલંકી વંશ ની ભવ્યતા દર્શાવે છે રાણકી વાવ ની લંબાઈ 20 મીટર અને ઊંડાણ ૨૭ મીટર છે નિર્માણ રાણી ઉદયમતીએ કરાવ્યું હતું.

રાણકી વાવ ની દીવાલો પર ભગવાન રામ વામન અવતાર, મહિસાસુર મંદિર ,કલીક અવતાર ભગવાન વિષ્ણુના અવતારોની તસવીરો અંકિત કરવામાં આવી છે આ વાવ સાત માળ ની છે તમે પહેલી નજરે તેને જુઓ તો એમ લાગે કે ધરતીની અંદર કોઈ સાત માળનો મહેલ છે.

રાણકીવાવ જવા માટે નકશો (મેપ) :

8. સાપુતારા – ગુજરાત ના ફરવા લાયક સ્થળ

ગુજરાત ના ફરવા લાયક સ્થળ માં સાપુતારા એ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર આવેલું છે ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે સાપુતારા એ આશરે 1000 મીટર જેટલી ઉંચાઇ પર આવેલું સ્થળ છે અહીંયા ઉનાળાની ગરમીમાં પણ આશરે ૩૦ ડીગ્રીથી ઓછું તાપમાન રહે છે
ગુજરાતમાં ઘણા બધા ફરવા લાયક સ્થળો છે પરંતુ તમારે પ્રકૃતિનો આનંદ લેવો હોય તો એકવાર સાપુતારા ની મુલાકાત જરૂર લેવી જોઈએ સાપુતારા એવું હિલ સ્ટેશન છે ત્યાં નૌકાવિહાર સનસેટ પોઇન્ટ સનરાઇઝ પોઇન્ટ ઋતુમ્ભરા વિદ્યાલય સ્ટેપ ગાર્ડન વગેરે જોવાલાયક સ્થળો છે.

સાપુતારા એ ગુજરાતનું હિલ સ્ટેશન છે કે ત્યાં એક વાર પગ મૂકે એટલે તમને વારંવાર જવાનું મન થાય સાપુતારા તમે આખા વર્ષમાં ગમે ત્યારે જઈ શકો છો. જે લોકો એડવેન્ચરના પસંદ કરતા હોય તે લોકો માટે એડવેન્ચર્સ સ્પોર્ટ ની સુંદર વ્યવસ્થા જોવા મળે છે ત્યાં રહેવા માટે ઘણી બધી હોટલો પણ આવેલી છે.

સાપુતારા એ આખો જંગલ વિસ્તાર થી ઘેરાયેલો છે સાપુતારા ની આજુબાજુ ઘણા બધા ધોધ આવેલા છે વરસાદની ઋતુમાં તો સાપુતારા ખૂબ જ સુંદર દેખાય છે . એ ગુજરાતનું સૌથી સારું હિલ સ્ટેશન માનવામાં આવે છે

આ સિવાય પણ ગુજરાતમાં ઘણા બધા એવા નાના-નાના પોઇન્ટ છે જે તમે વીકેન્ડમાં જઈ શકો છો.

જાણો શું છે આ સટ્ટો મટકો,જેમાં રમાય છે કરોડો નો સટ્ટો

9. સ્ટેચ્યુ ઓફ યુનિટી – ગુજરાત ના ફરવા લાયક સ્થળ

ગુજરાત ના ફરવા લાયક સ્થળ માં નર્મદા જિલ્લામાં આવેલુ આ સ્થળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ ની ત્યાં બનાવવામાં આવી છે. અહીંયા અલગ-અલગ પ્રોજેક્ટ અને આકર્ષણો શરૂ કરવામાં આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં કુલ ૧૧ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયા છે રિવર રાફ્ટિંગ, ક્રુઝ એકતા મોલ, બટરફ્લાય ગાર્ડન જંગલ સફારી ગાર્ડન વગેરે જેવા જોવાલાયક સ્થળો છે.

ગેલેરીમાંથી ત્રણ હજાર પ્રવાસીઓ ડેમની સાથે વિંધ્યાચળ પર્વતમાળા જોઈ શકો છો.સરદાર વલ્લભભાઈ માં આવેલું ડેમનું આ સ્વપ્ન તેમના હૃદયમાંથી જોવાની તક મળે તેવી ભવ્ય ગેલેરી ની રચના કરવામાં આવી છે એકસાથે 200 લોકો આ ગેલેરી નો લાભ લઇ શકે છે 182 મીટર એટલે કે લગભગ ૫૦ જેટલી ઉંચી પ્રતિમા ની ગેલેરી સુધી પહોંચવા માટે લિફ્ટની સુવિધા કરવામાં આવી છે.
આ સિવાય અહીંયા સરકારી ભવન બોટિંગ, હોટલો ફ્લાવર ગાર્ડન ફૂડ પાર્ક લેઝર શો વગેરે જોવા મળે છે પ્રતિમાની વ્યૂ પોઈન્ટ પરથી ફ્રન્ટ અને બેક આમ બંને વ્યૂ જોવા મળે છે અને તેની સામે નર્મદા ડેમ દેખાય છે .
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બુકિંગ પણ પહેલેથી કરવામાં આવે છે દૂર-દૂરથી લોકો સ્ટેચ્યુ જોવા માટે આવે છે.

10. અંબાજી – ગુજરાત ના ફરવા લાયક સ્થળ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ની બાજુમાં દાતા તાલુકામાં અંબાજી સ્થળ આવેલું છે અંબાજી ગુજરાતનું એક સુંદર પ્રવાસન સ્થળ છે જે યાત્રાધામ અને ધાર્મિક પ્રવાસન માટે પણ જાણીતું છે 51 શક્તિપીઠો માનો એક અંબાજી મંદિર છે આરાસુર પર્વત ની ટેકરી ઉપર આવેલું છે.

અંબાજીમાં માતા અંબાનું પ્રસિદ્ધ મંદિર છે ત્યાં દેવી ની કોઈ છબી અથવા મૂર્તિ નથી તે માતાનું યંત્ર મુખ્ય પૂજા કરવામાં આવે છે અને આ યંત્રને ખુલ્લી આંખે કોઇ જોઇ શકતું નથી. ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ છે ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે અંબાજીમાં બહુ મોટો મેળો ભરાય છે દર વર્ષે અહીંયા લોકો દૂર-દૂરથી દર્શન માટે આવે છે .આ શક્તિપીઠ એટલા માટે પ્રસિદ્ધ છે કે અહીંયા માતાનું હૃદય પડયું હતું . અને માતા અહીંયા બધા ભક્તો ના દુઃખ દૂર કરે છે.

પૂર્ણિમાના દિવસે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે મંદિરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ગબ્બર આવેલો છે જ્યાં માતાજીનો એક મંદિર છે આ ગબ્બર ઉપર બિરાજેલા માતાજી પણ શ્રદ્ધા નું એક મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે ગબ્બર ઉપર માતાજીના પગના નિશાન છે એમ કહેવામાં આવે છે કે ગબ્બરના દર્શન કર્યા વિના માતાના દર્શન અધૂરા છે.

તો આ હતા ગુજરાત ના ફરવા લાયક સ્થળ, ગુજરાત ના ફરવા લાયક સ્થળો ની માહિતી, ગુજરાત માં શું શું ફરવા લાયક છે, ગુજરાત ના ટુરિસ્ટ પ્લેસ, ગુજરાત ના ફેમસ ફરવા લાયક સ્થળો, ગુજરાત ના મુખ્ય ફરવા લાયક સ્થળો વિષે ની માહિતી

અમે ટીમ લાઈવ ગુજરાતી ન્યૂઝ આશા કરીએ છીએ કે તમને આ લેખ ગુજરાત ના ફરવા લાયક સ્થળ, ગુજરાત ના ફરવા લાયક સ્થળો ની માહિતી, ગુજરાત માં શું શું ફરવા લાયક છે, ગુજરાત ના ટુરિસ્ટ પ્લેસ, ગુજરાત ના ફેમસ ફરવા લાયક સ્થળો, ગુજરાત ના મુખ્ય ફરવા લાયક સ્થળો વિષે ની માહિતી સારો લાગ્યો હશે.

તમને આ લેખ ગુજરાત ના ફરવા લાયક સ્થળ, ગુજરાત ના ફરવા લાયક સ્થળો ની માહિતી, ગુજરાત માં શું શું ફરવા લાયક છે, ગુજરાત ના ટુરિસ્ટ પ્લેસ, ગુજરાત ના ફેમસ ફરવા લાયક સ્થળો, ગુજરાત ના મુખ્ય ફરવા લાયક સ્થળો વિષે ની માહિતી કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન/ Gujarati knowledge/ गुजराती ज्ञान 👈 ના માધ્યમથી જરૂર બતાવજો.

Image Source: Google

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

ટીમ લાઈવ ગુજરાતી ન્યુઝhttps://livegujaratinews.com
ઓફિસ સંવાદદાતા, Live Gujarati News
RELATED ARTICLES
- Advertisment -

Most Popular