જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ (Gyanvapi Mosque Dispute): જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ (Gyanvapi Case) અંગે વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટ (Varanasi Court) માં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી શરૂ થતાંની સાથે જ અંજુમન ઇન્સાંજરિયા મસ્જિદ કમિટિ વતી દલીલો કરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષે પોતાની દલીલોમાં કહ્યું હતું કે આ સમગ્ર મામલાને નકારી દેવો જોઈએ. મુસ્લિમ પક્ષે હિન્દુઓના દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે કેસની સુનાવણી 4 જુલાઈ સુધી મુલતવી રાખી છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા 26 મેના રોજ પણ મુસ્લિમ પક્ષ તરફથી ઘણી દલીલો આપવામાં આવી હતી, જેમાં કેસને રદ્દ કરવાની વાત કરવામાં આવી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની અરજીને ફગાવી દેવાની માંગણી કરી હતી અને એવો પણ દાવો કર્યો હતો કે જ્ઞાનવાપી સંકુલમાં શિવલિંગ નહીં પણ વુઝુખાનાનો ફુવારો છે. આ ઉપરાંત આ દરમિયાન કોર્ટમાં ‘પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ’ (Places of Worship Act) પર પણ ચર્ચા થઈ હતી.
કોર્ટે બંને પક્ષકારોને વીડિયો અને ફોટા આપવાનો આદેશ કર્યો હતો
તે જ સમયે, શુક્રવાર, 27 મેના રોજ, વારાણસી જિલ્લા અદાલતે આ મુદ્દે સુનાવણી કરી હતી કે શું સર્વે રિપોર્ટ અને વીડિયોગ્રાફી સાર્વજનિક કરવી જોઈએ. આ વિષય પર હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોના અભિપ્રાય અલગ હતા. જ્ઞાનવાપી મસ્જિદ કમિટીએ કોર્ટને વિનંતી કરી છે કે સર્વેના ફોટોગ્રાફ્સ અને વીડિયોને સાર્વજનિક કરવા દેવામાં ન આવે. બીજી તરફ હિન્દુ પક્ષે મુસ્લિમ પક્ષની દલીલનો વિરોધ કર્યો હતો. જે બાદ વારાણસી જિલ્લા કોર્ટે આદેશ આપ્યો હતો કે 30 મેના રોજ બંને પક્ષકારોને વીડિયો અને ફોટો આપવામાં આવે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે દિલ્હીની રહેવાસી રાખી સિંહ અને અન્ય ચાર મહિલાઓએ શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજા કરવાની પરવાનગી અને પરિસરમાં સ્થિત વિવિધ દેવી-દેવતાઓની સુરક્ષા માટે આદેશ આપવા માટે અરજી દાખલ કરી હતી. આ અંગે સિવિલ જજ (સિનિયર ડિવિઝન) રવિ કુમાર દિવાકરની કોર્ટે 26 એપ્રિલે આદેશ જારી કર્યો હતો અને જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી સંકુલનો વીડિયોગ્રાફી સર્વે 10 મે સુધીમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે આ માટે કોર્ટ કમિશનર તરીકે અજય મિશ્રાની નિમણૂક કરી હતી. સર્વેની કાર્યવાહી 6 મેના રોજ શરૂ થઈ હતી, જે હંગામાને કારણે 7 મેના રોજ અટકાવવામાં આવી હતી. સર્વે કરવા આવેલા કોર્ટ કમિશનર અને વાદીનો મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો હતો. 9 મેના રોજ, મુસ્લિમ પક્ષે કોર્ટ કમિશનરની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવ્યા અને તેમને હટાવવાની માંગ કરી. આ અંગે કોર્ટમાં ત્રણ દિવસ સુધી ચર્ચા ચાલી અને ત્યારબાદ 12 મેના રોજ વારાણસીની કોર્ટે કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવવાની અરજી ફગાવી દીધી હતી. આ સાથે વિશાલ સિંહને સ્પેશિયલ કોર્ટ કમિશનર અને અજય પ્રતાપ સિંહને આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદની અંદર પણ વીડિયોગ્રાફી કરવામાં આવશે. તેના પછી જ્ઞાનવાપી મસ્જિદ માં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી
સર્વેમાં શિવલિંગ મેળવવાનો દાવો કર્યો હતો
સર્વે દરમિયાન હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે વજુખાનામાં શિવલિંગ મળી આવ્યું છે. ફરી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદ વજુખાનાને સીલ કરવામાં આવ્યું હતું. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે તેને સેશન્સ કોર્ટમાંથી વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મોકલી આપ્યો હતો. ઉપરાંત, કોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ 8 અઠવાડિયા સુધી અમલમાં રહેશે. સુપ્રીમ કોર્ટે 17 મેના રોજ 8 અઠવાડિયાનો વચગાળાનો આદેશ જારી કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે જ્યાં ‘શિવલિંગ’ મેળવવાની વાત કહેવામાં આવી છે ત્યાં તેની સુરક્ષા સુનિશ્ચિત કરો. તેમજ મુસ્લિમોને નમાઝ પઢવાની છૂટ આપવામાં આવી હતી. ત્યારથી વારાણસી જિલ્લા કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે.
આ પણ વાંચો-
Chhattisgarh News: મહિલાએ જોડિયા દીકરીઓને આપ્યો જન્મ, એકને લાવી સાથે, બીજીને છોડી દીધી
Plane Missing in Nepal: ક્રેશ થયેલા પ્લેનના પાયલટનો ફોન ટ્રેસ થયો, મહત્વની માહિતી મળી શકે છે
ગુજરાતી સમાચાર, બ્રેકીંગ ન્યુઝ ગુજરાતીમાં મેળવો સોંથી પહેલા live gujarati news.com પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો Gujarat Latest News Today, Live Samachar in Gujarati, Gujarati News Live, For more related stories, follow: Latest Gujarati News In gujarati
અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ