એલપીજી રાંધણ ગેસની સબસિડી (Subsidy of LPG Cooking Gas): દેશમાં વધી રહેલી મોંઘવારીએ સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ખાદ્યપદાર્થો અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાને કારણે લોકોને ઘરખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્રની મોદી સરકારે મોંઘવારી નિયંત્રણમાં લાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે ગઈકાલે પેટ્રોલ અને ડીઝલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે. આ સાથે સરકારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે.
Fact Check: શું ભારત સરકાર ‘PM આવાસ યોજના’ હેઠળ 20 લાખ રૂપિયા આપે છે?
હવે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ સબસિડી 12 સિલિન્ડર પર મળશે. નાણામંત્રીએ શનિવારે સાંજે આ જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ સબસિડી દ્વારા માતાઓ અને બહેનોને મોટી રાહત મળશે. જણાવી દઈએ કે સરકારની આ જાહેરાત બાદ દેશની લગભગ 9 કરોડ મહિલાઓને તેનો સીધો ફાયદો મળશે.
We are reducing the Central excise duty on Petrol by Rs 8 per litre and on Diesel by Rs 6 per litre. This will reduce the price of petrol by Rs 9.5 per litre and of Diesel by Rs 7 per litre: Union Finance Minister Nirmala Sitharaman
— ANI (@ANI) May 21, 2022
(File Pic) pic.twitter.com/13YJTpDGIf
જાણો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે-
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા સરકાર ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને પ્રથમ ગેસ સિલિન્ડર મફતમાં આપે છે. આ સિવાય હવે સરકાર વર્ષના 12 ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની વધારાની સબસિડી આપશે. આ યોજના દ્વારા સરકારે દેશના ગરીબ આર્થિક વર્ગના લોકો સુધી એલપીજી સિલિન્ડરની સુવિધા પહોંચાડી છે. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
આ દસ્તાવેજો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે જરૂરી છે-
-આધાર કાર્ડ
-બેંક પાસબુકની નકલ
-પાસપોર્ટ સાઈઝ ફોટો
-મોબાઇલ નંબર
-રેશન કાર્ડ
-બીપીએલ કાર્ડ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા-
જો તમે પણ BPL કાર્ડ ધારક છો તો તમે આ યોજના માટે વહેલી તકે અરજી કરી શકો છો. અરજી કરવા માટે, તમે તેની અધિકૃત વેબસાઇટ pmujjwalayojana.com પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી અને ભરી શકો છો. બાદમાં આ ફોર્મ એલપીજી સેન્ટરમાં સબમિટ કરો. તમને સરકાર દ્વારા જારી કરવામાં આવતી સબસિડીનો લાભ ટૂંક સમયમાં મળવા લાગશે.
સરકારની ચેતવણી! સરકાર ઈચ્છે છે કે SBIના ગ્રાહકો આ મેસેજ તરત જ ડિલીટ કરે.
ગુજરાતી સમાચાર, બ્રેકીંગ ન્યુઝ ગુજરાતીમાં મેળવો સોંથી પહેલા live gujarati news.com પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો Gujarat Latest News Today, Live Samachar in Gujarati, Gujarati News Live, For more related stories, follow: Latest Gujarati News In gujarati
અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ