Saturday, March 25, 2023
Homeઆરોગ્ય20 સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ જીવનને આનંદમય બનાવવા માટે

20 સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ જીવનને આનંદમય બનાવવા માટે

Contents show

જીવનને આનંદમય બનાવવા માટે 20 સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

20 સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ જીવનને આનંદમય બનાવવા માટે
20 સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ જીવનને આનંદમય બનાવવા માટે

સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ: તો મિત્રો આજે આપણે વાત કરીશું જીવન આનંદમય કેવી રીતે બનાવવું, જીવન આનંદમય બનાવવા માટે સ્વાસ્થ્ય કેવું રાખવું, સ્વાસ્થ્યને કેવી રીતે આનંદમય બનાવવું આજે અમે તમારી માટે 20 એવા સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ લાવ્યા છીએ .

1. સવારે ઊઠતાની સાથે જ મોઢું ધોયા વગર પાણી પીવો – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

પાણી આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે આપણા શરીરનો ૫૦થી ૬૦ ટકા ભાગ પાણીનો બનેલો છે. રોજ સવારે ઊઠીને બેથી ત્રણ ગ્લાસ પાણી પીવું જોઇએ કેમકે નરણાં કોઠે પાણી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. મોટાભાગની બીમારીઓ દૂર થઈ જાય છે.

જેવી કે પેટ સંબંધિત બીમારી કબજિયાત રહેતી હોય તો રોજ સવારે પાણી પીવું જોઈએ જો તમે સવારે ઉઠો છો ત્યારે પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો મળ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે આ સિવાય જો તમારું વજન વધારે હોય તો સવારે ઉઠતાં સાથે જ બે થી ત્રણ ગ્લાસ નવસેકું પાણી પીવો તેનાથી મેટાબોલિઝમ વધે છે.

સવારે ઉઠતાની સાથે પાણી પીવાથી દિવસભર સ્ફૂર્તિ રહે છે જો તમે બીમારી થી દૂર જવા માગતા હોય તો રોજ સવારે ઊઠતાની સાથે જ પાણી પીવું જોઈએ.

2. સવારે યોગ આસન અને પ્રાણાયમ કરવું જોઈએ – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

નિયમિત રૂપથી રોજ સવારે યોગાસન અને પ્રાણાયામ કરવાથી શરીર એકદમ ચુસ્ત ખુશ્બુ રહે છે અને ચહેરા પર નિખાર આવે છે. શરીરના બધા જ રોગો પ્રાણાયામ કરવાથી દૂર થઈ જાય છે દરરોજ સવારે દસ મિનિટ તો યોગ આસન કરવું જોઈએ જો તમે નિયમિત પ્રાણાયામ કરશો તો તમારું દિલ મજબૂત થશે તનાવથી દૂર રહેશો.

જો તમે નિયમિત યોગ અને પ્રાણાયામ કરશો તો તમારું શરીર ફીટ અને તંદુરસ્ત રહેશે.

આ પણ વાંચો

જંત્રી રેટ ઓનલાઈન કેવી રીતે જોવા

રાગી ના ફાયદા, રાગી નો ઉપયોગ કેવી રીતે કરવો

બાર જ્યોતિર્લિંગ નો મહિમા

સટકા મટકા ટાઇમ બજાર ઓપન શું છે અને તેનો ઇતિહાસ

3. ભરપૂર માત્રામાં ઊંઘ લો – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

રોજ સાતથી આઠ કલાક ઊંઘ લેવી જોઈએ તેનાથી આખો દિવસ સારું રહે છે. રોજ રાતે જલ્દી સૂઈ જવું જોઈએ અને સવારે વહેલા ઊઠી જવું જોઈએ તંદુરસ્ત જીવનશૈલી માટે ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.

4. સવારમાં થોડો તડકો લેવો – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

સવારમાં તડકામાં બેસવાથી skin સંબંધી ઘણા ફાયદા થાય છે સૂર્યના કિરણો સવારે લેવાથી તમારૂ શરીર ઘણા રોગોથી સુરક્ષિત થઈ જશે. સવારના તડકામાં બેસવાથી સવારના તડકામાં બેસવાથી વિટામિન-ડી મળે છે અને તેનાથી હાડકા મજબુત થાય છે વિટામિન ડીનો મહત્વપૂર્ણ સ્ત્રોત સૂર્યની રોશની માંથી મળે છે.

5. અઠવાડિયામાં એકવાર શરીર પર માલિશ કરો -સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

મસાજ કરવાથી તમારો થાક દૂર થાય છે તેમજ શરીર મજબૂત બને છે અને ઘણા રોગોમાં ફાયદો મળે છે મન અને શરીરને નવી તાજગી આપે છે મોસમ ના આધારે અવશ્ય તેલથી મસાજ કરવું જોઈએ .નિયમિત મસાજ કરવાથી શરીરનો રંગ પણ ખીલે છે. શરીર માટે અઠવાડિયામાં એક વાર મસાજ જરૂર કરવું જોઈએ.

મસાજ કરવાથી શરીર ચમકદાર બને છે ત્વચાની કરચલીઓ દૂર થાય છે અને સ્નાયુઓની નબળાઈ દૂર થાય છે મસાજ થી શરીરનો બધો થાક ઉતરી જાય છે શરીરમાં થાકનો અનુભવ નથી થતો અને હાડકા પણ મજબુત બને છે.

6. સવારનો નાસ્તો જરૂર કરો – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

તંદુરસ્ત રહેવા માટે સવારનો નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે. સવારે નાસ્તો કરવાથી ઘણા ખતરનાક રોગો થી તમે બચી શકો છો આના કારણે તમારું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે સવારે નાસ્તો કરવાથી દિવસભર ઉર્જાથી ભરપૂર રહે છે સારો નાસ્તો કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે જો તમે સ્વાસ્થ્યને લઈને ગંભીર હોય તમારું વજન ઓછું કરવા માગતા હોય તો તમારે નિયમિત પણે સવારે નાસ્તો કરવો જોઈએ.

7. ભોજન કરવાના અડધો કલાક પહેલા સલાડ ખાઓ – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

સલાડ ખાવું છે એ માટે ખૂબ જ ઉપયોગી છે શરીરમાં વિટામિન અને ઘણી ખનીજની ઉણપ સલાટ દ્વારા પૂરી કરવામાં આવે છે આની સાથે ફાઈબર પણ સલાડમાં સારી માત્રામાં મળે છે જમવાના અડધો કલાક પહેલા સલાડ ખાવું જોઈએ તેનાથી તમારા શરીરનું વજન પણ વધતું નથી સલાડનું સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કેમકે સલાડમાં ઘણા પ્રકારના લીલા શાકભાજી ફળો નો પણ ઉપયોગ કરવામાં આવે છે.

સલાડ ખોરાકને પાચન કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે જમવાના અડધો કલાક પહેલા સલાડ ખાવાથી તમારા ઉપર નિયંત્રણ રહે છે જે સારા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ હેલ્થ ટિપ્સ છે.

8. જમ્યા પછી તરત પાણી ના પીવું જોઈએ – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

ઘણા લોકોને આદત હોય છે કે જન્મતાની સાથે કે જમ્યા પછી તરત જ પાણી પીતા હોય છે પરંતુ જમ્યા પછી પાણી પીવું જોઈએ કેમ કે તરત પાણી પીવાથી ખોરાકનું પાચન થતું નથી.

9. તમારા ડેલીના આહારમાં દૂધ અને ફળોનો ઉપયોગ વધારે કરો – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

રોજ રાતે એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે ફાઇબર ની માત્રા ફળમાં ખુબ જ વધુ માત્રામાં હોય છે જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે માટે તમારા રોજના આહારમાં દૂધ અને ફળને સામેલ કરવા જોઇએ.

10. ખોરાકને ચાવી ચાવીને ખાવો જોઈએ – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

તમે ખોરાક ખાવા ના ફાયદા તો જાણતા જ હશો પરંતુ ખોરાક ચાવીને ખાવા ના પણ ઘણા બધા ફાયદા છે પરંતુ ખોરાકને યોગ્ય રીતે ચાવવાથી ઘણા લાભો મળે છે ચાવીને ખાવાથી તમે ઓછું ખાઓ છો અને તમારું પેટ પણ ઝડપથી ભરાઈ જાય છે. ચાવીને ખાવાથી તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરશે.
માટે હંમેશા ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાવો જોઈએ સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે.

11. ભોજનમાં અલગ-અલગ તેલનો ઉપયોગ કરો – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

સોયાબીન અને સરસવના તેલમાં થી ઓમેગા 3 મળે છે અને મગફળીના તેલ માંથી ઓમેગા-6 મળે છે. બધા તત્વોની ખૂબ જ જરૂર પડે છે માટે થોડા ટાઈમ માં તેલ નો ઉપયોગ અલગ અલગ રીતે કરવો જોઈએ ખાદ્યતેલ બદલવાથી આરોગ્ય જાળવી શકાય છે.

12. મીઠા અને ખાંડનો ઉપયોગ ઓછો કરો – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

મીઠા અને ખાંડ નો વધુ પડતો ઉપયોગ કરવાથી શરીરમાં ડાયાબિટીસ અને બીપી જેવા રોગો થાય છે માટે ખાંડ અને મીઠાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. ખાંડનું વધુ પડતો ઉપયોગ કરવાથી પેટની ચરબીમાં વધારો થાય છે અને દાંતમાં સડો ડાયાબિટીસ અને રોગ પ્રતિકારક શક્તિ તંત્રની નુકસાન જેવી સમસ્યાઓ થાય છે. કેમકે ખાંડે લોહી હાડકા અને દાંત માંથી કેલ્શિયમ શોષી લે છે
જો તમારે સ્વાસ્થ્યને સરસ રાખવું હોય તો મીઠા અને ખાંડનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ.

13. જમીન ઉપર બેસીને ભોજન કરવું જોઇએ – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

આપણે જ્યારે જમીન ઉપર આરામથી બેસીને ભોજન કરીએ છીએ ત્યારે શરીર અને પાચનતંત્ર મજબૂત બને છે અને કરોડરજ્જુ અને સ્નાયુઓને પણ આરામ મળે છે. માટે દરરોજ જમીન ઉપર બેસીને શાંતિથી ભોજન કરવું જોઇએ.

14. કોફી ચા અને સિગરેટ નો ઉપયોગ ના કરવો જોઈએ – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

શરીરને સ્વસ્થ રાખવા માટે ચા અને કોફી નો ઉપયોગ ઓછી માત્રામાં કરવું જોઈએ સિગરેટ તો બિલકુલ ઉપયોગ ના કરવો જોઈએ. કેમકે આ ત્રણેયમાં કેફીનની માત્રા ખુબ જ વધુ માત્રામાં હોય છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બની શકે તો આનો ઉપયોગ ટાળવો જોઈએ.

15. અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરવો જોઈએ – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

શરીરને ડેટોક્સ કરવા માટે અઠવાડિયામાં એકવાર ઉપવાસ રાખવો જોઈએ ઉપવાસ રાખવાથી પાચનતંત્રને આરામ મળે છે ઉપવાસ કરવાથી મન અને આત્માને શાંતિ મળે છે .ઉપવાસ કરવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરવો જોઈએ.

16. રાતનું ભોજન સુવાના ત્રણ કલાક પહેલા લેવું જોઇએ – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

રાતનું ભોજન જેટલી ભૂખ લાગી હોય એના કરતાં ઓછું ખાવું જોઈએ જમ્યાના તરત સૂઈ ના જવું જોઇએ રાતનું ભોજન સુવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં લેવું જોઈએ.

17. સાંજે રોજ વોકિંગ કરવા જાવ – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

રોજ સાંજે ઝડપથી ચાલવા જવું જોઈએ ઝડપથી ચાલવું એ ખૂબ જ સારી કસરત છે સારા સ્વાસ્થ્ય માટે સાંજે રોજ ચાલવા માટે જવું જોઈએ તેનાથી તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે.

18. તમારા પોતાના માટે સમય આપો – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે પોતાના માટે ટાઇમ નીકાળો તમારી મનપસંદ હોબી ને એન્જોય કરો. થોડીવાર મેડિટેશન કરવાથી પણ મન એકદમ શાંત રહે છે.

19. વ્યસ્ત રહો અને આનંદમાં રહો – સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

કેટલો ટાઈમ તમે તમારા પરિવાર માટે મિત્રો માટે અને પોતાના કામ માટે આપશો એટલા તમે આનંદમાં જીવી શકશો માટે હમેશા સ્વસ્થ રહો અને આનંદમાં રહો તેનાથી શારીરિક અને માનસિક રીતે સ્વાસ્થ્ય સારું રહેશે

20. પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે સમય વ્યતીત કરો -સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ

મિત્રો સાથે વિતાવેલો સંબંધ ખૂબ જ સુખદ અને આનંદમય હોય છે જે તમારા હૃદયને ખુશ રાખે છે સુખી મન જીવનનો તંદુરસ્ત પાયો છે.જો સ્વાસ્થ્યને સારું રાખવું હોય તો હંમેશા મિત્રો અને પરિવાર સાથે સમય વ્યતીત કરો.

તો આ હતા 20 સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ જીવનને આનંદમય બનાવવા માટે ની માહિતી

અમે ટીમ લાઈવ ગુજરાતી ન્યૂઝ આશા કરીએ છીએ કે તમને આ લેખ 20 સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ જીવનને આનંદમય બનાવવા વિષે ની માહિતી સારો લાગ્યો હશે.

તમને આ લેખ 20 સીક્રેટ સ્વાસ્થ્ય ટિપ્સ જીવનને આનંદમય બનાવવા માટે વિષે ની માહિતી કેવો લાગ્યો એ તમે અમને અમારા ફેસબુક પેજ ગુજરાતી જ્ઞાન/ Gujarati knowledge/ गुजराती ज्ञान 👈 ના માધ્યમથી જરૂર બતાવજો.

Image Source: Google

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

ટીમ લાઈવ ગુજરાતી ન્યુઝhttps://livegujaratinews.com
ઓફિસ સંવાદદાતા, Live Gujarati News
RELATED ARTICLES
- Advertisment -

Most Popular